Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આયર્લેન્‍ડમાં ગર્ભપાતના કાયદામાં ફેરફાર કરવા લોકમત લેવાનું શરૂઃ ૨૦૧૨ની સાલમાં ભારતીય મૂળની મહિલાને એર્બોશનની મંજુરી નહોતી મળી તેથી જીવ ગૂમાવ્‍યો હતોઃ

આયલેન્‍ડઃ આયર્લેન્‍ડમાં ગર્ભપાતના કાયદામાં ફેરફાર કરવા માટે પ્રજાજનોનો અભિપ્રાય લેવાનું શરૂ કરાયું છે. સ્‍થાનિક કાયદાઓ મુજબ ગર્ભપાત માટે મંજુરી મેળવવાનું કામ ખૂબ જટિલ છે. જે ઘણી વખત મહિલા માટે જીવલેણ સાબિત થાય છે. જેનું ઉદાહરણ ભારતીય મૂળની મહિલા સવિતા હાલપ્‍પનાવર છે. જેને ૨૦૧૨ની સાલમાં ગર્ભપાત કરાવવાની મંજુરી નહોતી મળી પરિણામે જીવ ગૂમાવવો પડયો હતો.

આથી આ એર્બોશન કાયદામાં ફેરફાર કરી ૧૨ અઠવાડિયા સુધીની પ્રેગન્‍નસી માટે ગર્ભપાતની મંજુરી મળે તેમજ જરૂરી કેસમાં ૨૪ અઠવાડિયા સુધી મંજુરી મળે તેવી માંગ મૃતક સવિતાના માતા-પિતા સહિત અનેક લોકોએ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:06 pm IST)