Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાને લઇ બ્રિટન તથા ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને શ્રીલંકાનો પ્રવાસ ટાળવાની સલાહ આપી

કોલંબો : ખાસ જરૂરી કામ સિવાય શ્રીલંકાના પ્રવાસે નહીં જવા બ્રિટન તથા ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના નાગરિકોને સલાહ આપી છે.જેમાં જણાવાયા મુજબ ઇસ્ટર્નમાં થયેલા હુમલાથી 253 વિદેશી નાગરિકોના મોત થયા છે.તથા 500 ઉપરાંત નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.એટલુંજ નહીં હજુ પણ વધુ હુમલા થવાની શક્યતાઓ હોવાથી શ્રીલંકાનો પ્રવાસ ટાળવા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર નહીં જવા અનુરોધ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)
  • ગ્વાલિયર : ભોપાલથી નિઝામુદ્દીન જઈ રહેલ માલગાડી અને શાન એ ભોપાલ એકસપ્રેસ ટ્રેન વચ્ચે ટક્કર, ડ્રાઈવરની સતર્કતાથી દુર્ઘટના ટળી access_time 3:04 pm IST

  • પાકિસ્તાન ઈચ્છે છે કે મોદી પીએમ બને કારણ કે બંને દેશોમાં સાંપ્રદાયિકતા વધે ;સીતારામ યેચુરીનું વિવાદી નિવેદન :સીપીએમના મહાસચિવ યેચુરીએ કહ્યું કે પાકિસ્તાની પીએમ ઇમરાનખાને કહ્યું હતું કે જો ભારતમાં ભાજપ ચૂંટણી જીતશે તો શાંતિવાર્તા કરવા અને કાશ્મીર મુદ્દો ઉકેલવાનો ઉત્તમ અવસર ઉપલબ્ધ થશે access_time 1:15 am IST

  • વાર્ષિક ઇન્સ્પેકશન રિપોર્ટ જાહેર કરવા રિઝર્વ બેન્કને સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો : રિઝર્વ બેન્કને નોન-ડીસ્કલોઝર પોલીસી પાછી ખેંચવાનો હુકમઃ ૨૦૧૫ના સુપ્રિમકોર્ટના જજમેન્ટની વિરૂધ્ધ છેઃ રિઝર્વ બેન્કને આ છેલ્લી તક આપી છે. access_time 1:29 pm IST