Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

નોર્થ અમેરિકામાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં યોજાઇ ગયેલી ૧૩મી વાર્ષિક વીમેન્સ કોન્ફરન્સઃ લોવેલ, મેલવિલ્લે, એડિસન, રોબિન્સવિલ્લે તથા બેલ્ટસવિલ્લે સહિતના સ્થાનો ઉપર યોજાયેલી કોન્ફરન્સમાં ૩૫૦૦ જેટલી મહિલાઓ જોડાઇઃ 'સાધના' ધ પરપસ એન્ડ પરસ્યુટ વિષય ઉપર અગ્રણી મહિલાઓએ માર્ગદર્શન આપ્યું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ નોર્થ અમેરિકામાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ૧૩મી વાર્ષિક વીમેનસ કોન્ફરન્સ યોજાઇ ગઇ. જેમાં ૩૫૦૦ જેટલી મહિલાઓ જોડાઇ હતી.

''સાધના''ધ પરપસ એન્ડ પરસ્યુટ'' વિષય સાથે લોવેલ  MA, મેલવિલ્લે ન્યુયોર્ક, એડિસન તથા રોબિન્સવિલ્લે ન્યુજર્સી તેમજ નોર્થઇસ્ટમાં આવેલા બેલ્ટસવિલ્લે મેરીલેન્ડ મુકામે યોજાયેલી આ કોન્ફરન્સમાં નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્નો તથા પુરૂષાર્થ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે માટેના મુખ્ય વકતાઓ તરીકે મેરીલેન્ડમાં મોન્ટગોમેરી કાઉન્ટીના પૂર્વ પ્રતિનિધિ સુશ્રી અરૂણા મિલ્લરએ સાધનાનો અર્થ તથા મહત્વ સમજાવતું આવીરૂપ ઉદબોધન કર્યુ હતું તથા નક્કી ધ્યેય સાથે કરાતી સાધનાને સંજોગોને આધીન નહીં પરંતુ પસંદગીને આધીન ગણાવી હતી.

ઉપરાંત અન્ય મુખ્ય વકતાઓ શ્રી અનુભા ભાટલા, સુશ્રી ઇન્દુ જયસ્વાલ, શ્રીમતિ રંજની સાયગલ, સુશ્રી જીગીશા કોઠારી તેમજ સુશ્રી સોનમ બ્રહ્મભટ્ટ સહિતનાઓએ સાધનાનો વિસ્તૃત અર્થ સમજાવી મહિલાઓને લક્ષ્ય પ્રતિ આગળ ધપવા અનુરોધ કર્યો હતો.

કોન્ફરન્સના શરૂઆતના વિભાગમાં દૈનંદિન પ્રયત્નો તથા આશાઓ અંગે માર્ગદર્શન આપતું વકતવ્ય આપનાર મુખ્ય વકતાઓમાં સુશ્રી બિઆન્કા પટેલ, તેજલ પટેલ,સુશ્રી દેવાંશી પટેલ, સહિતનાઓએ 'સાધના' પથ અંગે પોતાના અનુભવો પર્ણવ્યા હતા.

કોન્ફરન્સના બીજા વિભાગમાં વ્યકિત સાધના કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. જેના મુખ્ય વકતાઓમાં સુશ્રી ભૂમિ જોશી, સુશ્રી નિશા મહેતા, ડો. પિન્કી ભટ્ટ, સહિતનાઓનો સમાવેશ થતો હતો.

આ ઉપરાંત રીજીવનના અગ્રણી મહિલા આગેવાનોઓ પણ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. જેમાં મેરીલેન્ડના પ્રથમ મહિલા સુશ્રી યુમિ હોગન, યુ.એસ.હેલ્થ ડીપાર્ટમેન્ટના ચિફ મેડીકલ ઓફિસર ડો.વનિલા સિંઘ,એ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

ઉલ્લેખયની છે કે BAPS વીમેન્સ કોન્ફરન્સની શરૂઆત પૂજય પ્રમુખ સ્વામી મહારાજએ કરી હતી. જે હાલમાં પૂજય મહંત સ્વામી દ્વારા આગળ ધપાવાઇ રહી છે. જે અંતર્ગત વર્તમાન સમયમાં મહિલાઓનું સ્થાન, મહત્વ, તથા વિશિષ્ટ કામગીરીને આગળ ધપાવવા તેમજ નવી પેઢીના ઘડતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેનો લાભ મહિલાઓ લીધો હતો.

સમગ્ર વિશ્વમાં શાંતિ તથા સુલેહ જળવાઇ રહે તે માટે BAPS સ્વામિનારાયણ સંસ્થાનના ઉપક્રમે ૩૩૦૦ જેટલા સેન્ટર્સ કાર્યરત છે. જેના નેજા હેઠળ ભાવિ પેઢીનું ઘડતર થાય છે. જે ભગવાન શ્રી સ્વામિનારાયણના ૬ ઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામીના માગદર્શન હેઠળ કાર્યરત છે.

વિશેષ માહિતિ BAPS નોર્થ અમેરિકન હેડકવાટર્સના ફોન નં.૭૩૨-૭૭૭-૧૪૧૪ દ્વારા અથવા ઇમેલ media@na.baps.org દ્વારા મેળવી શકાશે. તેવું શ્રી લેનિન જોશીની યાદીમાં જણાવાયું છે.

(8:21 pm IST)