Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારની 9 વર્ષની બાળકીને 10 લાખ ડોલરનો જેકપોટ : આ અગાઉ 6 વર્ષ પહેલા આ બાળકીના નામે લીધેલી લોટરીથી લક્ઝરી કાર ઇનામમાં મળી હતી

દુબઇ : દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારની 9 વર્ષની બાળકીને 10 લાખ ડોલરનો જેકપોટ લાગ્યો હોવાનું સ્થાનિક સમાચાર પત્ર ખલીઝા ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે.એટલુંજ નહીં આ અગાઉ  6 વર્ષ પહેલા આ બાળકીના નામે લીધેલી લોટરીથી   લક્ઝરી કાર ઇનામમાં મળી હતી

એલિજા એમ નામક આ બાળકી એ ગ્રેડ સ્કૂલની સ્ટુડન્ટ છે.તેના નામે ખરીદવામાં આવેલી લોટરીનો નંબર 0333 હતો કારણકે બાળકીના પિતા એવું મને છે કે તેઓને 9 નંબર સાથે લેણું છે.

(12:51 pm IST)