Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

યુ.એ.ઈ.માં વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે મિનિસ્ટ્રી ઓફ ઈકોનોમીની સૂચના : નોન ફાયનાન્સ બિઝનેસ માટે મની લોન્ડરિંગ વિરોધી સિસ્ટમમાં નોંધણી કરાવવી ફરજીયાત : 31 માર્ચ સુધીમાં નોંધણી નહીં કરાવનારે પેનલ્ટી ચૂકવવી પડશે અથવા ધંધો બંધ કરી દેવો પડશે

દુબઇ : યુ.એ.ઈ.માં વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે મિનિસ્ટ્રી ઓફ ઈકોનોમીએ સૂચના જાહેર કરી છે.જે મુજબ નોન ફાયનાન્સ બિઝનેસ માટે મની લોન્ડરિંગ વિરોધી સિસ્ટમમાં નોંધણી કરાવવી ફરજીયાત હોવાનું જણાવાયું છે.જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ છે.ત્યાં સુધીમાં નોંધણી નહીં કરાવનારે પેનલ્ટી ચૂકવવી પડશે અથવા ધંધો બંધ કરી દેવો પડશે .

મિનિસ્ટ્રી ઓફ ઈકોનોમીએ  31 માર્ચ પહેલા મની લોન્ડરિંગ વિરોધી સિસ્ટમોમાં નોંધણી કરવાની જરૂર હોય તેવા વ્યવસાયોની સૂચિ બનાવી છે.
જેમાં નીચેના વ્યવસાયોનો સમાવેશ થાય છે.

સ્થાવર મિલકત એજન્ટો, સોનાના વેપારીઓ, ઓડિટર્સ , અને કંપનીઓ માટેના સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે યુએઈમાં મની લોન્ડરિંગ અને આતંકવાદને ફાયનાન્સ સામે લડવા માટે સરકારે અપનાવેલા ઘણાં પગલાઓ માંહેનું આ એક કદમ છે.તેવું કે.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)