Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં ૧૨ થી ૧૮ માર્ચ ૨૦૧૮ દરમિયાન ઉજવાઇ ગયેલુ ‘‘બ્રેઇન અવેરનેસ વીક'': ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ સંચાલિત નોનપ્રોફિટ ‘સિનપેકસ' દ્વારા અપાયેલી સેવાઓ બદલ કેરિટોસ મેયર દ્વારા બહુમાન

ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસના નેતૃત્‍વ હેઠળ ન્‍યુરો સાયન્‍સ એજ્‍યુકેશન ક્ષેત્રે કાર્યરત નોનપ્રોફિટ ‘સિનપેકસ'નું કેરિટોન કેલિફોર્નિયા ટીમનું વચગાળાના મેયર માર્ક પુલિડો દ્વારા સન્‍માન કરાયું છે.

૧૨ માર્ચ થી ૧૮ માર્ચ ૨૦૧૮ દરમિયાન ઉજવાયેલા ‘‘બ્રેઇન અવેરનેસ વીક'' દરમિયાન કામગીરી કરવા બદલ પ્રમાણપાત્ર આપી ટીમનું સન્‍માન કરાયું હતું. આ ટીમમાં વ્‍હીટને તથા કેરિટોસ હાઇસ્‍કુલના પાંચ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસનો સમાવેશ થતો હતો.

 

(10:06 pm IST)