Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

યુ.એસ.માં પોન્‍ઝી સ્‍કિમ દ્વારા રોકાણકારોના ૨,૫૦,૦૦૦ ડોલર ચાંઉ કરી જવાનો ઇન્‍ડિયન અમેરિકન નિકેત શાહ ઉપર આરોપઃ દર મહિને ગેરંટેડ વળતરની લાલચ આપી વિશ્વાસઘાત કરવા બદલ SECની ફરિયાદના આધારે શાહની સંપતિ ઝપ્‍ત

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન નિકેત શાહ ઉપર સિકયુરીટી એન્‍ડ એક્ષચેન્‍જ કમિશન (SEC)એ પોન્‍ઝી સ્‍કિમ દ્વારા ૧૫ ઉપરાંત રોકાણકારોના ૨,૫૦,૦૦૦ ડોલર ચાંઉ કરી જવાનો આરોપ લગાવ્‍યો છે. જે માટે શાહની સંપતિ સિઝ કરી દેવાનો આદેશ અપાયો છે.

સ્‍પાર્ક ટ્રેડીંગ ગૃપ દ્વારા શાહએ ૧૫ ઉપરાંત મિત્રો તથા સહકર્મચારીઓના ર લાખ ૫૦ હજાર ડોલર ઉપર ગેરંટેડ વળતરની લાલચ આપી આ રકમ વ્‍યક્‍તિગત ઉપયોગમાં લઇ લીધાનો બુકલિનની ફેડરલ કોર્ટમાં ૨૨ માર્ચના રોજ આરોપ લગાવાયો છે.

શાહએ કંપની ખોટમાં જાયતો પણ દરમહિને ગેરંટેડ વળતર આપવાની સાથે જરૂર પડયે મૂળ રકમ પરત આપી દેવાની ખાત્રી આપી વિશ્વાસ ભંગ કર્યો હતો. એટલું જ નહિં કંપનીના ખોટા સ્‍ટેટમેન્‍ટ પણ રોકાણકારોને આપ્‍યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:03 pm IST)