Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

વિદેશોમાં સ્‍થાયી થઇ રહેલા ભારતના શ્રીમંતોની સંખ્‍યામાં જંગી વધારોઃ ૨૦૧૭ની સાલના એક જ વર્ષમાં ભારતના સાત હજાર અબજોપતિઓએ વિદેશોનું નાગરિકત્‍વ મેળવી લીધું

દિલ્‍હીઃ આજથી ૧૦૦ વર્ષ પહેલા પંજાબના ગરીબ ખેડૂતો રોજીરોટી માટે વિદેશમાં સ્‍થાયી થતા હતા. પરંતુ હવે ૨૦૧૪ની સાલ સુધીમાં ૨૩ હજાર ભારતીય અબજોપતિઓ વિદેશોમાં સ્‍થાયી થવા છે. તેની સામે હવે ૨૦૧૭ની સાલના એક જ વર્ષમાં સાત હજાર ભારતીય શ્રીમંતો વિદેશમાં સ્‍થાયી થઇ ગયા છે.

અમેરિકા, કેનેડા તથા યુ.કે. જેવા દેશોનું ઊંચુ જીવનધોરણ તેમજ બાળકો માટેના શ્રેષ્‍ઠ શિક્ષણ સહિતની બાબતોને ધ્‍યાને લઇ ભારતના આ અબજોપતિઓ વિદેશમાં જવા લાગ્‍યા છે. તેઓ માટે EB-5 વીઝા અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાનું બહુ સરળ પાધ્‍યમ છે. જેઓ ત્‍યાં નક્કી કરેલી રકમનું રોકાણ કરી કાયમી નાગરિકત્‍વ મેળવી શકે છે. તેજ રીતે કેનેડા તથા યુ.કે.નું જીવનધોરણ પણ ભારતીય શ્રીમંતો માટે આકર્ષણ રૂપ છે. તેથી દેશમાંથી ધન ભેગુ કરી વિદેશોમાં સ્‍થાયી થઇ રહેલા શ્રીમંતોની સંખ્‍યામાં જંગી વધારો થઇ રહ્યો છે. તેવું મોર્ગન સ્‍ટેનલી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજમેન્‍ટન સર્વેમાં જાણવા મળ્‍યુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:02 pm IST)