Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગુગલ કર્મચારી ઇન્ડિયન અમેરિકન સોનમ સક્સેના ઉપર પત્નીની હત્યાનો આરોપ : 19 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરાયા બાદ હવે સ્થળ તપાસ તથા પુરાવાઓ ભેગા કરવા માટે જામીન ઉપર મુક્ત

હવાઈ : ગુગલ કર્મચારી 43 વર્ષીય ઇન્ડિયન અમેરિકન સોનમ સક્સેનાની પત્નીની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરાઈ હતી.જેઓને પુરાવા ભેગા કરવા તથા સ્થળ તપાસ માટે જામીન ઉપર મુક્ત કરાયા છે.

તેમને  બે બાળકો છે.જેઓ 13 વર્ષ અને 8 વર્ષના છે.પરંતુ તેમના પત્ની સ્મૃતિ ગુમ થયા અંગે તેમણે 18 ફેબ્રુઆરીના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી બાદમાં તેમના પત્ની સ્મૃતિ સકસેનાની 19 ફેબ્રુઆરીના રોજ લાશ મળી આવતા તેમની ધરપકડ કરાઈ હતી.વધુ પુરાવાઓ માટે તેમને જામીન ઉપર મુક્ત કરાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:59 pm IST)