Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પ્રેસિડેન્ટ તથા પ્રતિનિધિ મંડળના શાહી સ્વાગત માટે ભારતનો આભાર : અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર રોબર્ટ બ્રાયન

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ સહિતના પ્રતિનિધિ મંડળના શાહી સ્વાગત બદલ યુ.એસ.નેશનલ સિક્યુરિટી એડવાઈઝર રોબર્ટ બ્રાયનએ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.
રોબર્ટ બ્રાયર ઉપરાંત વ્હાઇટ હાઉસ સૂત્રોએ પણ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા ગાઢ મિત્રો બન્યા છે.ભારતના લોકોએ આ મુલાકાતને ઉમંગભેર વધાવી લીધી છે તેમજ આગામી દિવસોમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે તેવા કરારો પણ થશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ સહિતના પ્રતિનિધિ મંડળએ ભારતની 24 તથા 25 ફેબ્રુઆરી  બે દિવસની મુલાકાત દરમિયાન અમદાવાદ આવ્યા બાદ આગરા,તથા દિલ્હીની મુલાકાત લીધી હતી.જે બંને શહેરોમાં પણ તેઓને ભારે આવકાર મળ્યો હતો.

 

(1:24 pm IST)