Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બ્રિટનના લેસ્‍ટરમાં આવેલા એક બિલ્‍ડીંગમાં વિસ્‍ફોટઃ ૪ મૃત્‍યુ ૨ ઘાયલ

લંડનઃ બ્રિટનમાં લંડનથી ૧૪૩ કિ.મી. દૂર આવેલા લેસ્‍ટર શહેર કે જયાં ગુજરાતીઓની વસતિ વધુ પ્રમાણમાં છે તેના હિંકલે માર્ગ વિસ્‍તારમાં ગઇકાલ રવિવારે રાત્રે અચાનક ભયાનક વિસ્‍ફોટ થયાનું જાણવા મળે છે. જેનાથી એક દુકાનમાં આગ ફાટી નીકળી  હતી. તથા બિલ્‍ડીંગ નમી ગયુ હતું. જો કે આ ઘટના આતંકવાદી હોવાનો પોલીસે ઇન્‍કાર કર્યો છે.

વિસ્‍ફોટના કારણે તથા ફાટી નીકળેલી આગના કારણે ૪ લોકોના મૃત્‍યુ થયા છે. તથા ર ગંભીર રીતે ઘવાયા છે. જોકે આ મૃતક તથા ઇજાગ્રસ્‍તોના નામ હજુ સુધી જાહેર કરાયા નથી. ઇમરજન્‍સી ડીપાર્ટમેન્‍ટ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. તેમજ આ ઘટના અંગે કોઇ જાતની અટકળો નહીં લગાવવા તંત્રએ મિડીયા જગતને અનુરોધ કર્યો છે.

(9:32 pm IST)