Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનની પ્રજાને ચેતવણી : ભારત ,પાકિસ્તાન ,બાંગ્લાદેશ ,અને અફઘાનિસ્તાનના પ્રવાસે નહીં જતા : કોવિદ -19 મહામારી ઉપરાંત આતંકવાદનો ખતરો : ભારત પાકિસ્તાન સીમા ઉપર જાનનું જોખમ

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને પ્રજાજનોને ચેતવણી આપતા જણાવ્યું છે કે હાલના સંજોગોમાં
ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ,તથા અફઘાનિસ્તાનનો પ્રવાસ કરવો હિતાવહ નથી.ત્યાં કોવિદ -19 મહામારી ઉપરાંત આતંકવાદનો ખતરો છે.તેમજ ભારત પાકિસ્તાન સીમા ઉપર જાનનું જોખમ છે.

જોકે ભારતમાં કોવિદ -19 નું પ્રમાણ ઘટી રહ્યું છે.તેમછતાં પ્રવાસીઓ માટે જોખમ છે.

તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાના પ્રવાસે આવનારા ભારતીયોએ યાત્રાના ત્રણ દિવસ અગાઉ કોવિદ -19 નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો ફરજીયાત કરાયો છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:37 pm IST)