Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

શપથવિધિ સમયે જો બીડને આપેલા ભાષણે લોકોના દિલ જીતી લીધા : આ ભાષણ લખી આપવાનો શ્રેય ઇન્ડિયન અમેરિકન શ્રી વિનય રેડ્ડીને શિરે : ભારતીયો માટે ગૌરવ લેવા જેવી બાબત : અમેરિકનોને એક થવા માટેના સંદેશ ઉપર આધારિત શ્રી વિનય રેડ્ડી લિખિત ભાષણે વાહવાહી મેળવી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદ ઉપર બિરાજમાન થયેલા નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને શપથવિધિ સમયે કરેલા ભાષણે લોકોના દિલ જીતી લીધા હતા.

ભારતીયો માટે આનંદ તથા ગૌરવની વાત એ છે કે આ ભાષણ ઇન્ડિયન અમેરિકન શ્રી વિનય રેડ્ડીએ લખી આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તેઓ જો બિડન સાથે છેલ્લા દસકા જેટલા સમયથી જોડાયેલા છે.તથા ચૂંટણી સમયે પણ તેઓ ખુબ કાળજી તથા સાવધાની રાખી ભાષણો લખી આપે છે.

(6:01 pm IST)