Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

અમેરિકામાં કોવિદ -19 રાહત માટે જાહેર કરાયેલા 900 બિલિયન ડોલરના પેકેજમાં ઇમિગ્રન્ટ્સ ફેમિલીને આવરી લેવાશે : 3.5 મિલિયન જેટલા યુ.એસ.સિટિઝન તથા ગ્રીન કાર્ડ ધરાવતા નાગરિકોનો સમાવેશ કરાયો

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી  : યુ.એસ.કોંગ્રેસે કોવિદ -19 રાહત માટે જાહેર કરેલા 900 બિલિયન ડોલરના પેકેજમાં સૌપ્રથમવાર  ઇમિગ્રન્ટ્સ ફેમિલીને આવરી લેવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે ITIN નંબર ધરાવતા 3 લાખ 14 હજાર જેટલા ન્યુયોર્કયન્સ સહીત  3.5 મિલિયન જેટલા યુ.એસ.સિટિઝન તથા ગ્રીન કાર્ડ ધરાવતા નાગરિકોને આ રાહત પેકેજનો લાભ મળશે. જે અંતર્ગત ગંભીર બીમારીઓથી પીડાતા નાગરિકો સારવાર મેળવી શકશે.

યુ.એસ.કોંગ્રેસના આ નિર્ણયને ઇમિગ્રન્ટ એડ્વોકેટ્સ એન્ડ અલાઇસે આવકારેલ  છે.તથા જણાવ્યું છે કે કોવિદ -19 સંજોગોમાં આર્થિક તંગીથી પીડાતા 4 લાખ જેટલા ન્યુયોર્કયન્સને આ રાહત પેકેજનો લાભ મળશે. તથા ન્યુયોર્કના અર્થતંત્રને પણ આનાથી વેગ મળશે.સરકારના આ સૌપ્રથમ તથા આવકારદાયક પગલાં દ્વારા ઈમિગ્રન્ટ્સને આગામી દિવસોમાં અન્ય યોજનાઓમાં પણ શામેલ થવાની તક મળશે.

આ અગાઉ અલાયન્સ દ્વારા ઈમિગ્રન્ટ્સની રાહત પેકેજ સહિતના પગલે થતી ઉપેક્ષા વિરુદ્ધ અવાજ ઉઠાવાયો હતો.અને જણાવાયું હતું કે દેશના અર્થતંત્રમાં 50 ટકા ઉપરના ફ્રન્ટલાઈન વર્કર્સ તરીકે ઈમિગ્રન્ટ્સનું મહત્વનું યોગદાન છે.જેઓનો રાહત પેકેજમાં સમાવેશ કરાતા લાખો ઇમિગ્રન્ટ્સ પરિવારોને લાભ થયો છે.જોકે તેમાંથી અનડોક્યુમેન્ટ્સ પેરેન્ટ્સના ચીલ્ડરનને બાકાત રખાયા છે.જેનાથી દેશના 1 બિલિયન ડોલર જેટલા અર્થતંત્રને અસર થશે.

ઉલ્લેખનીય છે કે ઈમિગ્રન્ટ્સના અવાજને વાચા આપતા દેશના સૌથી મોટા ન્યુયોર્ક ઇમિગ્રેશન કોલિશને ગયા સપ્તાહમાં લોન્ચિંગ કરેલા કમપેનમાં સરકારી રાહતોમાં ઈમિગ્રન્ટ્સને બાકાત રાખવાના પગલાંનો વિરોધ કરી નવનિયુક્ત સરકાર રજુઆત કરી હતી.તથા છેલ્લા 4 વર્ષમાં ખાડે ગયેલી ઇમિગ્રન્ટ્સ સિસ્ટમ સુધારવા અપીલ કરી હતી.ન્યુયોર્ક ઇમિગ્રેશન કોલિશનની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)