Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ઇન્‍ડિયન અમેરિકન પિડીયાટ્રીસ્‍ટ ડો.અમોલ સકસેનાને ‘‘લાઇફ ટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડ'': પગ તથા ગોઠણના ઓપરેશન માટેના પ્રમાણિત સર્જનનું જર્મન સોસાયટી ફોર ફૂટ એન્‍ડ એન્‍કલ સર્જરી દ્વારા બહુમાન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં પાલો આલ્‍ટો કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન પિડીયાટ્રીસ્‍ટ ડો.અમોલ સકસેનાનું જર્મન સોસાયટી ફોર ફુટ એન્‍ડ એન્‍કલ સર્જરી દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડ આપી બહુમાન કરાયું છે.

ડો.સકસેનાએ ‘‘ફર્સ્‍ટ MPJ ઇન્‍જરીઝ ઇન્‍જરીઝ ઇન એથલેટસ''વિષે જર્મન ભાષામાં જર્મની ખાતે કરેલા ઉદબોધન પ્રસંગે ર ડીસેં.ના રોજ તેમને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા.

તેમણે ૪ ઓલિમ્‍પીક મેડાલીસ્‍ટ સહિત અનેક ખેલાડીઓના ઘૂંટણની સર્જરી કરેલી છે. તેમજ ઇન્‍ટરનલ એડવાન્‍સીઝ ઇન ફુટ એન્‍ડ એન્‍કલ સર્જરી વિષે તેમણે લખેલા ૧૨૦ જેટલા આર્ટીકલ્‍સ જર્નલમાં પ્રસિધ્‍ધ થયેલા છે.

તેઓ ફુટ એન્‍ડ રીકન્‍સ્‍ટ્રકટીવ રીફુટ-એન્‍કલ સર્જરી માટેનો પ્રમાણિત સર્જન છે.

(10:03 pm IST)