Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

' બ્રિટન મહારાણી રાષ્ટ્રમંડલ નિબંધ સ્પર્ધા ' : લંડનમાં આવેલી રોયલ કોમનવેલ્થ સોસાયટી આયોજિત નિબંધ સ્પર્ધામાં ભારતીય મૂળના સ્ટુડન્ટનો ડંકો : સિંગાપોરનો 14 વર્ષીય સ્ટુડન્ટ આદિત્ય ચૌધરી પ્રથમ ક્રમે : ભારતની 16 વર્ષીય સ્ટુડન્ટ અનન્યા મુખરજી બીજા ક્રમે

લંડન : સિંગાપોરમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારનો 14 વર્ષીય સ્ટુડન્ટ આદિત્ય ચૌધરી તાજેતરમાં યોજાયેલી ' બ્રિટન મહારાણી રાષ્ટ્રમંડલ નિબંધ સ્પર્ધા ' માં પ્રથમ ક્રમે આવ્યો છે.તથા ભારતની 16 વર્ષીય સ્ટુડન્ટ અનન્યા મુખરજી  બીજા ક્રમે આવી છે.આમ ભારતીય મૂળના સ્ટુડન્ટએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તથા ભારતીય પરિવારની 16 વર્ષીય તરુણી અનન્યા મુખરજીએ બીજો નંબર મેળવી રાષ્ટ્રમંડલમાં ભારતનો ડંકો વગાડી દીધો છે.

 લંડનમાં આવેલી રોયલ કોમનવેલ્થ સોસાયટી આયોજિત નિબંધ સ્પર્ધામાં આદિત્ય ચૌધરીનો નિબંધ ‘वॉयसेज फ्रॉम द ब्लू वर्ल्ड’ પ્રથમ સ્થાને આવ્યો હતો.તથા ભારતની સ્ટુડન્ટ અનન્યા મુખરજી લિખિત નિબંધ ‘द वाटर्स राइज’ એ દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું .

બંને સ્ટુડન્ટના નિબંધ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને વાંચી સંભળાવ્યા હતા.

(1:32 pm IST)