Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

પાકિસ્તાનમાં 1300 વર્ષ પહેલા બંધાયેલું પ્રાચીન હિન્દૂ મંદિર મળી આવ્યું : પર્વત ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુના આ મંદિરના બાંધકામમાં ઘુમ્મટ અને મિનારા જોવા મળ્યા : મંદિરની નજીકમાં પાણીનો કુંડ મળી આવ્યો

ઇસ્લામાબાદ : પશ્ચિમ પાકિસ્તાનના  સ્વાત જિલ્લામાં આવેલા એક પહાડ ઉપર  1300 વર્ષ પહેલા બંધાયેલું પ્રાચીન  હિન્દૂ મંદિર મળી આવ્યું છે.જ્યાં ખોદકામ દરમિયાન  આ મંદિર મળી આવ્યું હોવાનું પાકિસ્તાનના પુરાતત્વ વિભાગે જણાવ્યું છે.જે ભગવાન વિષ્ણુનું છે.

પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ આ મંદિર કાબુલ તથા ગાંધારમાં 850 થી 1026 ની સાલ દરમિયાન  હિન્દૂ રાજવંશ સમય દરમિયાન બંધાયેલું જણાયું છે.મંદિરની આસપાસના સ્થળોમાં  છાવણી તથા દરવાન સ્વરૂપે મિનારા પણ જોવા મળ્યા છે.તેમજ નજીકમાં પાણીનો કુંડ પણ છે જેથી શ્રદ્ધાળુઓ નાહીને દર્શન કરવા જઈ શકે.

ઉલ્લેખનીય છે કે આ જિલ્લામાં બૌદ્ધ ધર્મના પણ પ્રાચીન સ્મારકો મળી આવેલા છે.

(7:03 pm IST)