Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમેરિકાને એવા પ્રેસિડેન્ટની જરૂર છે જે લોકોની ગરિમા સમજી શકે તથા પોતાના આદર્શો પણ જાળવી રાખે : કોરોનાની ગંભીરતા નહીં સમજી શકનાર પ્રેસિડન્ટ દેશની પ્રતિષ્ઠા જાળવી ન શકે : ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર સુશ્રી કમલા હેરિસના પ્રહારો

વોશિંગટન : અમેરિકામાં હવે પ્રેસિડન્ટ પદની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.તેવા સંજોગોમાં રિપબ્લિક તથા ડેમોક્રેટિક પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
તાજેતરમાં ઓનલાઇન ફંડ રાઇઝિંગ પ્રોગ્રામ દરમિયાન વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસે પ્રેસિડન્ટ પદના રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને આડે હાથ લીધા હતા.તથા જણાવ્યું હતું કે જે વ્યક્તિ કોરોનાની ગંભીરતા ન સમજી શકે ,માસ્ક ,સોશિઅલ ડિસ્ટન્સ ,કે સેનિટાઇઝરની હાંસી ઉડાવે તથા જેની બેજવાબદારીને કારણે દેશના લાખો લોકો હોમાઈ જાય તેવા પ્રેસિડન્ટ ચૂંટાવા ન જોઈએ .જે વ્યક્તિ લોકોની ગરિમા સમજી શકે તે વ્યક્તિ જ પ્રેસિડન્ટ પદ માટે લાયક ગણાય તેવું તેમણે જણાવ્યું હતું .

(1:52 pm IST)