Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

યુ.એસ.માં કેલિફોર્નયાના ઇરવિન સીટી કાઉન્સિલર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી અંશુલ ગર્ગ : વિજયી થવાની ઉમ્મીદ સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું

કેલિફોર્નિયા : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી જનરલ ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન  અગ્રણીઓએ જુદા જુદા હોદા માટે  ઉમેદવારી નોંધાવી છે.જે બાબત અમેરિકાના રાજકારણમાં ભારતીયોના સક્રિય યોગદાન સમાન છે.
સાઉધર્ન કેલિફોર્નિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન શ્રી અંશુલ ગર્ગ એ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઇરવિન સીટી કાઉન્સિલમાં ઝંપલાવ્યું  છે.
તેઓ 1998 ની સાલથી ઇરવિન માં સ્થાયી થયા છે.તથા બેન્કિંગ ,આઈ.ટી.અને ફાયનાન્સિયલ ક્ષેત્રે છેલ્લા 28 વર્ષનો અનુભવ ધરાવે છે.
2018 ની સાલમાં તેમણે તથા તેમના પત્નીએ વર્કિંગ પેરેન્ટ્સ માટે મોન્ટેસરી ડે કેર શરૂ કર્યું છે.
તેઓ નિવૃતોને આર્થિક સલામતી મળે તેમજ ભાવિ પેઢીને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવા મંતવ્ય સાથે ચૂંટણી લડવા માંગે છે.

(6:16 pm IST)