Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમેરિકાના રાજકારણમાં ઉભરી રહેલા ભારતીય મૂળના આગેવાનો સાથે સંવાદ : GOPIO તથા IMPACT ના સંયુક્ત ઉપક્રમે ઝૂમના માધ્યમથી કરાયેલા આયોજનમાં અગ્રણી ભારતીય આગેવાનો સાથે વિચાર વિનિમય કરાયો

ન્યુયોર્ક : યુ.એસ.માં GOPIO  ચેપટર્સ ( ન્યુયોર્ક ,મેનહટન ,કનેક્ટીકટ ,તથા ન્યુજર્સી ) તેમજ IMPACT ના સંયુક્ત ઉપક્રમે અમેરિકાના રાજકારણમાં ઉભરી રહેલા ભારતીય  મૂળના  આગેવાનો સાથે સંવાદ નું આયોજન કરાયું હતું.

ઝૂમ ના માધ્યમથી તથા શ્રી રાજ ગોયલે દ્વારા સંચાલિત આ પ્રોગ્રામમાં સ્ટેટ હાઉસમાં ઉમેદવારી નોંધાવનાર તથા  ઇન્ડિયન અમેરિકન લીડર્સ સાથે વિચાર વિનિમય કરાયો હતો.તથા અમેરિકાના રાજકારણમાં ભારતીયોના મહત્વ વિષે ચર્ચાઓ કરાઈ હતી.તથા અભિપ્રાયો જાણવામાં આવ્યા હતા.

આ આગેવાનોમાં કનેક્ટીકટ રીપ્રેઝન્ટેટિવ શ્રી રાંઘીબ  એલી  ,ઓહિયો રીપ્રેઝન્ટેટિવ શ્રી નીરજ અંતાણી ,એનએચ રીપ્રેઝન્ટેટિવ શ્રી લાથા મૅગીપુડી ,સુશ્રી રૂપાંદે મહેતા , શ્રી રાજ મુખર્જી ,શ્રી કેશ રામ,તથા ન્યુયોર્ક સેનેટર શ્રી કેવિન થોમસ સાથે ઝૂમ માધ્યમથી વાતો થઇ હતી.

આ આગેવાનોના મંતવ્ય મુજબ ભારતીયોએ અમેરિકાના રાજકારણમાં સક્રિય થવું જરૂરી છે.જેથી કોમ્યુનિટીના પ્રશ્નોને વાચા આપી શકાય.આ તકે 1950 ની સાલના સૌપ્રથમ ભારતીય મૂળના કોંગ્રેસમેન  સ્વ.દુલીપ સિંઘ ને યાદ કરાયા હતા.

(6:02 pm IST)