Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી નરસિંહમ રાજારામને પાંચ લાખ ડોલરની NSF ગ્રાન્ટઃ કેન્સરની ગાંઠનો રેડિએશન થેરાપી દ્વારા ઇલાજ માટે સંશોધન કરશે

અર્કાન્સસઃ યુ.એસ.ના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ફેકલ્ટી દ્વારા ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી નરસિંહમ રાજારામની પસંદગી અર્લી કેરીઅર ડેવલપમેન્ટ એવોર્ડ ગ્રાન્ટ માટે થઇ છે.

યુનિવર્સિટી ઓફ અર્કાન્સસમાં બાયો મેડિકલ એન્જીનીઅરીંગ ડીપાર્ટમેન્ટના આસી.પ્રોફેસર શ્રી નરસિંહમ શરીરમાં થતી કેન્સરની ગાંઠના કિરણોત્સર્ગ પ્રતિકાર કરવા અંગે સંશોધન કરશે. જે માટે તેમને પાંચ વર્ષ માટેની પાંચ લાખ ડોલરની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેનો ઉપયોગ રેડીએશન થેરાપી માટે કરાશે.

(8:09 pm IST)