Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વિશ્વની ૫૦ અગ્રણી કંપનીઓમાં ભારતની ઇન્ફોસિસ ત્રીજા ક્રમેઃ ફોર્બ્સ મેગેઝીનએ બહાર પાડેલી ૫૦ કંપનીઓની યાદીમાં ભારતની ૧૮

વોશીંગ્ટનઃ ફોર્બ્સ મેગેઝીનએ જાહેર કરેલી ૨૦૧૯ની સાલની વિશ્વની અગ્રણી પચાસ કંપનીઓમાં ભારતની ૧૮ કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં ઇન્ફોસિસ ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે વીજા તથા બીજા ક્રમે ઇટાલીની કાર કંપની ફેરારીએ સ્થાન મેળવ્યું છે.

અન્ય ભારતીય કંપનીઓમાં ઇન્ફોસિસ ઉપરાંત, ટાટા કન્સલ્ટન્સી, સર્વિસીઝ (TCS)HDFC સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. જે પૈકી TCS બાવીસમા ક્રમે તથા ટાટા મોટર્સ ૩૧મા ક્રમે સ્થાન ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની સાલમાં ઇન્ફોસિસ ૩૧મા ક્રમે હતી તેણે હવે ત્રીજું સ્થઆન હાંસલ કરી લીધું છે.

(9:24 pm IST)