Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પુષ્ટિ માર્ગીય વૈશ્નવ સમાજ USAના ઉપક્રમે હેલ્થફેર યોજાયોઃ ગોકુલધામ જયોર્જીયા આયોજીત હેલ્થફેરમાં વિનામૂલ્યે બ્લડ ટેસ્ટ, આંખ તથા દાંત, તેમજ હૃદય અને રકતવાહિનીઓનું નિદાન કરી અપાયું

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ પુષ્ટિ માર્ગીય વૈશ્નવ સમાજ ઓફ સાઉથ ઇસ્ટ USAના ઉપક્રમે ૮ સપ્ટેં.૨૦૧૮ના રોજ હેલ્થફેર યોજાઇ ગયો. બુફોર્ડ જયોર્જીયા મુકામે ગોકુલધામ દ્વારા સ્પોન્સટ કરાયેલ આ હેલ્થફેરમાં વિનામૂલ્યે બ્લડ ટેસ્ટ, આંખો તથા દાંતનું  નિદાન, કાર્ડિયો વેસ્કયુલર દર્દો, તેમજ પોષણયુકત તંદુરસ્તી સહિત નિદાન સાથે માર્ગદર્શન અપાયુ હતું.

પ્રોગ્રામની હાઇલાઇટ TVAsia ચેનલ પર કોમ્યુનીટી રાઉન્ડ અપમાં જોઇ શકાશે. તેવું TVAsia ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(10:12 pm IST)