Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

યુ.એ.ઈ.માં નિવૃત થઇ ગયેલા વિદેશીઓને 5 વર્ષ માટે વિઝા લંબાવી દેવાશે : 2019 ની સાલથી અમલી બનનારી યોજના દ્વારા અર્થતંત્રને વેગ આપવાનો હેતુ

દુબઇ :UAE માં વર્ક પરમીટ પુરી થઇ ગયા પછી  નિવૃત થઇ ગયેલા વિદેશીઓને તેમની 55 વર્ષની ઉમર પુરી થયા પછી પણ વધુ 5 વર્ષ માટે રહેવા વિઝા લંબાવી દેવાનું 7 ખાડી દેશોએ નક્કી કર્યું છે.જેનો હેતુ યુ.એ.ઈ.ના અર્થતંત્રને વેગ આપવાનો છે.

2019 ની સાલથી અમલી બનનારી આ યોજના નીચેની શરતોને આધીન રહેશે.

આ શરતો મુજબ યોજનાનો લાભાર્થી 55 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ.તેમજ પ્રોપર્ટીમાં તેનું 2 મિલિયન દિરહામ જેટલું રોકાણ હોવું જોઈએ.અથવા તેની બચત 1 મિલિયન દિરહામ જેટલી હોવી જોઈએ.અથવા તેની માસિક આવક ઓછામાં ઓછી 20 હજાર દિરહામ હોવી જોઈએ.

ઉપર મુજબની જોગવાઈઓને આધીન તેના રેસિડન્સ વિઝા 5 વર્ષ માટે લંબાવી દેવાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:01 pm IST)