Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

લોકડાઉન દરમિયાન અમેરિકામાં ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યું : 16 માર્ચથી 16 મે દરમિયાન 62413 ફરિયાદો આવી : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્ના અને પેનલે આપેલી માહિતી

કેલિફોર્નિયા : તાજેતરમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્ના અને પેનલે આપેલી માહિતી  મુજબ લોકડાઉન દરમિયાન અમેરિકાના આશ્રયસ્થાનોમાં ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યું હતું.જે અંતર્ગત 16 માર્ચથી 16 મે દરમિયાન 62413 ફરિયાદો આવી હતી.
યુ.એસ.ની નેશનલ ડોમેસ્ટિક વાયોલન્સ હેલ્પ લાઇનને મળેલી આ ફરિયાદો પૈકી 78 ટકા ફરિયાદો 25 થી 45 વર્ષની વય વચ્ચેની મહિલાઓની હતી.જયારે 9 ટકા ફરિયાદ 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોની હતી.બાકીના લોકો એવા હતા જેઓએ નોકરી ગુમાવ્યાની ફરિયાદ કરી હતી.જેઓ પાસે પરિવાર માટે  ખોરાક તથા ભાડું ચૂકવવાના નાણાં ન હતા.તેમને નારિકા વોલન્ટીયરસે 3 ટાઈમ ભોજન પૂરું પડ્યું હતું અને જરૂર પડ્યે તેમના બિલ પણ ચૂકવી દીધા હતા.
શ્રી રો ખન્ના આયોજિત વર્ચ્યુઅલ પેનલમાં સુશ્રી બિંદુ ઓમેન ફર્નાન્ડિસ ,તથા એટર્ની સુશ્રી કલ્પના પેડીભોટલા,શામેલ હતા.

(8:38 pm IST)