Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમેરિકાના હ્યુસ્ટનમાં યોગા દિવસ ઉજવાયો : યોગા એ માત્ર શારીરિક કસરત નથી : માનસિક શાંતિ પણ આપે છે : ઇન્ડિયા હાઉસ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વિપિન કુમારનું ઉદબોધન

હ્યુસ્ટન : દુનિયાના 177 દેશોએ જેને માન્યતા આપી છે તે આંતર રાષ્ટ્રીય યોગા દિવસની અમેરિકાના હ્યુસ્ટનમાં ઉજવણી કરવામાં આવી હતી.ભારતીયોની વધુ વસતિ ધરાવતા આ સ્ટેટમાં ભારે ઉમંગ પૂર્વક યોગા દિવસ ઉજવાયો હતો.

વર્તમાન કોવિદ  -19 સંજોગો વચ્ચે પણ જુદા જુદા દેશોએ ઉજવણી કરી હતી.આ તકે હ્યુસ્ટનમાં ઇન્ડિયા હાઉસના બહારના ભાગમાં કરાયેલી ઉજવણી દરમિયાન ઇન્ડિયા હાઉસના  એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા યોગા ડે સ્પોન્સર શ્રી વિપિન કુમારએ  ઉદબોધન કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે યોગા એ માત્ર શારીરિક કસરત નથી , માનસિક શાંતિ પણ આપે છે .કોરોનાને કારણે અમુક લોકોમાં આવી જતી માનસિક અસ્વસ્થતા દૂર કરવામાં યોગ મહત્વનો ભાગ ભજવે છે.

તેમણે ઉમેર્યું હતું કે યુ.એસ.માં કોરોનાનો ભોગ બનેલા લોકો પૈકી 42 ટકા લોકો ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. જે ગયા વર્ષની સંખ્યા કરતા 11 ટકા વધુ છે.

માનસિક શાંતિ મેળવવામાં યોગા તથા મેડિટેશનનો બહુ મોટો ફાળો છે.
ઇન્ડિયા હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ,યોગા ટીચર શેખર અગરવાલ ,સહિતના મહાનુભાવોએ ઉદબોધન કર્યું હતું.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)