Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

પાકિસ્તાનની કાગારોળઃ ભારત હુમલો કરશે

ભારતીય જવાનો શહીદ થવા બાબતે વિપક્ષો તૂટી પડયા છે એટલે લોકોનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાન વિરૂધ્ધ કાવત્રું: પાકિસ્તાનની વિદેશમંત્રીનું મગજ છટકયું

ઈસ્લામાબાદ : પાકિસ્તાના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ બુધવારે આક્ષેપ કર્યો કે છે ભારત ચીનની સાથે સીમા વિવાદથી વિપક્ષનું ધ્યાન ભટકાવવા માટે તેમના દેશ પર હુમલાની ષડયંત્ર દ્યડી રહ્યું છે. ભારતે એક દિવસ પહેલા જ પાકિસ્તાનને જણાવ્યું હતું કે, તેઓ નવી દિલ્હીમાં સ્થિત હાઈકમિશનમાં કર્મચારીઓની સંખ્યામાં દ્યટાડો કરે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહે મહમૂદ કુરૈશીએ 'જિયો' પાકિસ્તાન ટીવી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, ભારતનું વલણ સ્પષ્ટ છે કેમકે તેઓ ચીનની સાથે તેમના સીમા વિવાદને લઈને ધ્યાન ભટકાવીને પાકિસ્તાન તરફ કરવા માગે છે. તેમણે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની વિરુદ્ઘ ભારત શ્નપ્નટાૃડઝ્ર ફ્લેગ ઓપરેશન' શરૂ કરવાની તાકમાં છે. તેમણે ચીનની સાથે સીમા વિવાદ અને ગલવાન દ્યાટીમાં ૨૦ ભારતીય જવાનોના શહીદ થવાની દ્યટનાને લઈને જણાવ્યું કે, ભારતમાં વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યું અને મોદી સરકાર તેના જવાબ આપી શકતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે ભારતમાં પાકિસ્તાનના કર્મચારીઓની પરેશાન કરવામાં આવ્યા અને અધિકારીઓએ તેમની કારનો પીછો કરવામાં આવ્યો હતો.  કુરૈશીએ વધુમાં જણાવ્યું કે, અમે તેમને (ભારતીય રાજદૂત) કહ્યું કે એકતરફી નીતિને કારણે તમે પણ કર્મચારીઓની સંખ્યામાં ૫૦ ટકાનો દ્યટાડો કરો. જો પાકિસ્તાનના કર્મચારી દેશમાં પરત ફરે છે તો ભારતીય કર્મચારીઓને પણ પરત જવું પડશે.

(12:49 pm IST)