Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

''શરતો લાગુ'': યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના ઉપક્રમે ૨૮ જુન શુક્રવારે દર્શાવાનારી ગુજરાતી ફિલ્મઃ સપરિવાર માણવા લાયક મુવી માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ

ન્યુયોર્કઃ યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક તથા Shemarooના ઉપક્રમે આગામી ૨૮ જુન ૨૦૧૯ શુક્રવારના રોજ ગુજરાતી ફિલ્મ ''શરતો લાગુ'' દર્શાવાશે.

શ્રીમતી મણિબેન મિસ્ત્રી સભાગૃહ, ૧૭૩-૧૫, હોરેસ હાર્ડિગ એક્ષ્યી, ફ્રેશ મિડોસ, ન્યુયોર્ક મુકામે દર્શાવાનારી આ ગુજરાતી ફિલ્મનો સમય સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીનો રહેશે. ત્યાર પહેલા સાંજે ૬ થી ૭ વાગ્યા દરમિયાન ડિનર યોજાશે. સપરિવાર સહિત જોવાલાયક  આ ફિલ્મ માટે ૧૦ ડોલર ડોનેશન ફી રાખવામાં આવેલ છે.

રજીસ્ટ્રેશન માટે શ્રી મિનેશ પટેલ ૧-૭૩૨-૪૮૫-૩૦૦૧, સુશ્રી ભારતી દેસાઇ ૧-૫૧૬-૭૩૫-૭૩૧૬, શ્રી ચંદ્રકાંત પટેલ ૧-૩૪૭-૪૦૦-૭૮૭૭, શ્રી ભુપેન્દ્ર ડી.પટેલ ૧-૬૩૧-૬૧૨-૪૯૧૧, શ્રી જતિન ઉપાધ્યાય ૧-૫૧૬-૬૭૩-૫૯૯૪, શ્રી કીર્તિ પટેલ ૧-૫૧૬-૬૪૦-૪૩૩૫, શ્રી બાબુભાઇ નાયક ૧-૭૧૮-૩૦૬-૪૦૪૬, સુશ્રી હેમા ચોકસી ૧-૫૧૬-૭૭૦-૧૫૧૮, અથવા શ્રી કિરીટ પટેલનો કોન્ટેક નં.૧-૭૧૮-૯૬૧-૩૯૫૬ દ્વારા સંપર્ક સાધવાનું ભારતીય વિદ્યા ભવન USAની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)
  • દોસ્તીને બાજુએ રાખીને આજે ટકરાશે જોફ્રા આર્ચર અને સ્ટીવન સ્મિથ: મી ફાઈનલથી ફાઈનલ સુધીની દાવેદારીમાં બંને આપશે એકમેકને જબરદસ્ત ટક્કર : બપોરે ૩ વાગ્યાથી મેચ access_time 11:47 am IST

  • ધૂપછાંવ માહોલ વચ્ચે રાજકોટમાં ૩૩ ડિગ્રી : ઉકળાટ- બફારો યથાવત : ભેજનું પ્રમાણ ૬૧% : પવનની ગતિ ૧૨ કિ.મી. access_time 3:21 pm IST

  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST