Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમેરિકાના ન્યુજર્સી સ્થિત ગુજ્જુ યુવતી 24 વર્ષીય માનુષી ભગત લાપતા : 29 એપ્રિલ 2019 થી ગુમ થયેલી આ યુવતિ વિષે કોઈને માહિતી હોય તો શ્રી વિકાસ ભગતને જાણ કરવા વિનંતી

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : અમેરિકાના જર્સી સિટી ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારની 24 વર્ષીય પુત્રી માનુષી ભગત  29 એપ્રિલ 2019 થી લાપતા છે.ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી આ યુવતી તેના ઘર નજીકથી જ ગુમ થઇ હોવા અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે.પરંતુ હજુ સુધી તેના કોઈ વાવડ મળ્યા નથી.તેથી કોઈને આ અંગે માહિતી હોય તો શ્રી વિકાસ ભગતને તેમના કોન્ટેક નં.1-201-993-9604 દ્વારા અથવા પોલીસને  જાણ કરવા વિનંતી કરાઈ છે.

(12:00 pm IST)