Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં ૧ થી ૩ જુન દરમિયાન ‘‘બાલાજી મઠ'' નો છઠ્ઠો વાર્ષિક પ્રોગ્રામ યોજાયો : પંચામૃત વડે ભગવાન વેંકટેશ, ગણેશજી, તથા મહાલક્ષ્મીને અભિષેક કરાયો : ૧૦૮ કળશ પૂજન, શોભાયાત્રા તથા સાસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયો

કેલિફોર્નિયા : યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં આવેલા બાલાજી મઠમાં ૧ થી ૩ જુન ૨૦૧૮ દરમિયાન છઠ્ઠો વાર્ષિક ઉત્‍સવ ઉજવાઇ ગયો.

ત્રિદિવસિય ઉત્‍સવ અંતર્ગત વેદિક મંત્રોચ્‍ચાર સાથે દૂધ, મધ, તથા માખણ  સહિત પંચામૃત વડે ગણેશજી તથા મહાલક્ષ્મીજીને અભિષેક કરાયો હતો. તથા પૂજાવિધિ કરાઇ હતી. તથા શોભાયાત્રાનું કરાયું હતું. તેમજ વેંકટેશ ભગવાન, શ્રીદેવી, અને ભૂદેવી  સહિત વિરાજમાન રથની ભક્‍તોએ પરિક્રમા કરી હતી. તથા ૧૦૮ કળશનું પૂજન કર્યું હતું.

સાંસ્‍કૃતિ કાર્યક્રમો તથા ડિનરના આયોજનો કરાયા હતાં. ઉત્‍સવની ઉજવણીમાં ઇન્‍ડિન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્‍ના, એસેમ્‍બલી મેમ્‍બર આશ કાલરા, કાઉન્‍સીલ મેમ્‍બર સવિતા વિદ્યનાથન, રિષીકુમાર, રાજ સલવાન સહિતના કોમ્‍યુનીટી  અગ્રણીઓએ હાજરી આપી હતી.

(9:56 pm IST)