Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

એફોર્ડેબલ હાઉસીંગ સમર્થક ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી સોની ગુપ્‍તા બોસ્‍ટન ફાઉન્‍ડેશનમાં જોડાશેઃ નેઇબરહુડસ એન્‍ડ હાઉસીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવશે

બોસ્‍ટનઃ ઇન્‍ડિયન અમેરિકન એફોર્ડેબલ હાઉસીંગ સમર્થક સુશ્રી સોની ગુપ્‍તા બોસ્‍ટન ફાઉન્‍ડેશનમાં જોડાશે. તથા ડીરેકટર ઓફ નેઇબરહુડસ એન્‍ડ હાઉસીંગ તરીકે ફરજ બજાવશે. તેઓ હોમ ફન્‍ડર્સમાં ૨૦૧૧ની સાલથી ફરજ બજાવ્‍યા બાદ હવે બોસ્‍ટન ફાઉન્‍ડેશનમાં જોડાશે. તેમણે અનેક નોનપ્રોફીટ હાઉસીંગ પ્રોજેકટમાં એડવોકેટ તરીકે સેવાઓ આપેલી છે.

તેઓ ‘‘સિટીઝન્‍સ હાઉસીંગ એન્‍ડ પ્‍લાનીંગ એશોશિએશન (CHAPA)ના પ્રેસિડન્‍ટ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. તેમણે મુંબઇની જે.જે.કોલેજ ઓફ આર્કીટેકચરમાંથી બેચલર તથા MITમાંથી માસ્‍ટર ઓફ સાયન્‍સ ડીગ્રી મેળવેલી છે.

(9:53 pm IST)