Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

''અતુલ્ય ભારત'' : અમેરિકાના ૪ શહેરોમાં ૧૮ થી ૨૨ જુન દરમિયાન યોજાઇ ગયેલો રોડ શો : ભારતની હેરિટેજ ઇમારતોનું ડીજીટલ માધ્યમથી નિદર્શન કરાવી અમેરિકન પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ

હયુસ્ટન : ભારતના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા તથા અમેરિકાના પ્રવાસીઓને ભારતમાં આકર્ષવા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકામાં ''અતુલ્ય ભારત'' રોડ  શો નું આયોજન કરાયુ હતું.

અમેરિકાના ૪ શહેરો ન્યુયોર્ક, હયુસ્ટન, શિકાગો તથા સેન્ટ લુઇસમાં ૧૮ જુનથી ૨૨ જુન ૨૦૧૮ દરમિયાન યોજાવામાં આવેલા આ રોડ શોમાં ડીજીટલ માધ્યમથી ભારતના પ્રાચીન તથા ભવ્ય પ્રવાસ સ્થળોનું નિદર્શન કરાવાયું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:12 pm IST)
  • ભાવનગર જિલ્લાનાં 9 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા કલેક્ટરની દરેક અધીકારીઓને સૂચના access_time 12:59 am IST

  • બિહારમાં લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ અને નીતીશકુમાર(JDU) વચ્ચે ઘર્ષણ થયું શરુ : બિહારમાં આગામી લોકસભા માટે એનડીએની ભાગીદારીમાં સીટો વહેંચવા મુદ્દે વાતચીત હાલ ચાલુ નથી થઇ, પરંતુ જેડીયુએ મોલભાવ ચાલુ કરી દીધો છે. નિવેદનબાજી તમામ તરફથી જોરો પર ચાલી રહી છે. એનડીએમાં ભાજપ સહિત જેડીયુ, એલજેપી, આરએલએસપી પણ જોડાયેલી છે. સૌથી વધારે દરાર ભાજપ અને જેડીયુમા જોવા મળી રહી છે. જેડીયુએ 25 સીટો પર દાવો ઠોકીને વિવાદને હવા આપી છે. પ્રદેશનાં નેતા એકબીજાને દાવાઓ કાપી રહ્યા છે. access_time 12:44 am IST

  • દેશ છોડીને ભાગી ગયેલા અબજોપતિ બિઝનેસમેન નીરવ મોદી સુધી પહોંચવા માટે ભારતીય એજન્સીઓએ પોતાના પ્રયત્નો ઝડપી કરી દીધા છે. આ દરમિયાન એક નવી જાણકારી સામે આવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે ભારતમાં નીરવ મોદીની શોધખોળ ચાલી રહી હતી ત્યારે તે લંડનમાં મેફેયર વિસ્તારમાં આવેલા પોતાના જ્વેલેરી સ્ટોરની ઉપરના ફ્લેટમાં આરામથી રહેતો હતો. જણાવી દઈએ કે, નીરવ મોદી પર 2 અબજ ડૉલરથી વધુના કૌભાંડનો આરોપ છે. access_time 12:19 am IST