Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભારતીય મૂળના સ્કોટલેન્ડ યાર્ડના મહિલા પોલીસ ઓફિસરે વંશીય ભેદભાવનો કેસ પાછો ખેંચ્યો : પ્રમોશન મામલે ભેદભાવ રાખ્યાના આરોપમાં સમાધાન

લંડન : સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ ડિપાર્ટમેન્ટમાં 1989 ની સાલથી જોડાયેલા તથા ચીફ સુપ્રિટેન્ડન્ટ ઓફ મેટ્રોપોલિટન પોલીસના હોદા સુધી પહોંચેલા ભારતીય મૂળના મહિલા ઓફિસર 55 વર્ષીય સુશ્રી પરમ સંધુએ તેમને પ્રમોશન મામલે વંશીય ભેદભાવ રાખી અન્યાય કરાયાનો આક્ષેપ કરતો કોર્ટ કેસ કર્યો હતો.
આ કેસમાં સમાધાન થઇ જવાથી તેમણે કેસ પાછો ખેંચી લીધો છે.
સમાધાન અંતર્ગત તેમને કેટલી રકમ ચૂકવાઈ તે બાબત જાહેર નહીં કરવાની સમજૂતી થઇ હોવાથી તેઓએ આ રકમ જણાવી નથી પરંતુ આ રકમ ઓછામાં ઓછી 6 આંકડામાં પાઉન્ડની રકમ હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે તેમને 2006 ની સાલમાં એશિયન વુમન એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

(6:47 pm IST)