Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વર્લ્ડ બેન્કમાં મહત્વના હોદા ઉપર ભારતીય અર્થશાસ્ત્રી અબ્બાસ ઝા ની નિમણુંક : સાઉથ એશિયામાં ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે સલાહ સૂચનો આપશે

વોશિંગટન : વર્લ્ડ બેંકે ભારતીય અર્થશાસ્ત્રી અબ્બાસ ઝા ની નિમણુંક સાઉથ એશિયામાં ક્લાઈમેટ ચેન્જ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની કામગીરી માટે કરી છે.
આ નિમણુંક એવા સમયે થઇ છે જયારે અંફાન વાવાઝોડાએ ભારતના પશ્ચિમ બંગાળમાં હાહાકાર મચાવ્યો છે.
શ્રી ઝા આ સંજોગોમાં ક્યાં પગલાં લેવા તે અંગે માર્ગદર્શન તથા સલાહ સૂચનો આપશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:23 pm IST)