Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મે માસને ''એશિઅન પેસિફીક અમેરિકન હેરીટેજ મંથ'' તરીકે ઘોષિત કરતા જયોર્જીયા ગવર્નર બ્રિઆન કેમ્પઃ સ્ટેટમાં એશિઅન અમેરિકન પ્રજાજનોના યોગદાનને બિરદાવ્યું

જયોર્જીયાઃ અમેરિકાના એટલાન્ટા જયોર્જીયામાં રરમે ૨૦૧૯ના રોજ ગવર્નર બ્રિઆન કેમ્પએ મે માસને એશિઅન પેસિફીક અમેરિકન હેરીટેજ મંથ તરીકે ઘોષિત કર્યો છે.

જે સમગ્ર દેશમાં ઉજવાઇ રહ્યો છે.

ગવર્નરે સ્ટેટમાં એશિઅન અમેેરિકન પ્રજાજનોના યોગદાનને બિરદાવી તેમની સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, કલા શિક્ષણ, માતૃભાષા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવા અનુમોદન આપ્યુ હતું. તથા આ કોમ્યુનીટીને પોતાનું સમર્થન ઘોષિત કર્યુ હતું. તેવું NRI પલ્સ દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)