Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

અમેરિકામાં ભારતની ભાવિ પેઢીનો ડંકો : રાષ્ટ્રીય કક્ષાની ' જ્યોગ્રાફી બી ' સ્પર્ધાના પ્રથમ ત્રણે વિજેતાઓ તરીકે' ફિર એક બાર '.... ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સનો સિલસિલો યથાવત

વોશિંગટન : અમેરિકામાં દર વર્ષે યોજાતી  રાષ્ટ્રીય કક્ષાની ' જ્યોગ્રાફી બી ' સ્પર્ધામાં ફરી એક વાર પ્રથમ ત્રણે વિજેતાઓ તરીકે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સ ઘોષિત થયા છે.

પ્રથમ વિજેતા તરીકે ડી.સી.જંગા,  દ્વિતીય વિજેતા તરીકે આત્રેય મલ્લાના તથા તૃતીય વિજેતા તરીકે રિશી  કુમારએ સ્થાન મેળવી વતનનું ગૌરવ વધાર્યું છે.પ્રથમ વિજેતા ઓસ્ટીન ટેક્સાસની મિડલ સ્કૂલમાં 8 માં ધોરણમાં અભ્યાસ કરતા ડી.સી.જંગાને 25 હજાર ડોલરની કોલેજ સ્કોલરશીપ, નેશનલ જિયોગ્રાફીની લાઈફટાઈમ મેમ્બરશિપનો લાભ મળશે જયારે દ્વિતીય તથા તૃતીય ક્રમે વિજેતા બનેલા આત્રેય મલ્લાના અને રિશી કુમારને અનુક્રમે 10 હજાર તથા 5 હજાર ડોલરની સ્કોલરશીપ મળશે

(12:07 pm IST)