Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક શ્રી ગૌરવ શર્માને અમેરિકન સૈન્યનો ર કરોડ ડોલરનો કોન્ટ્રાકટઃ માનવ રહિત વિમાનોનું રોબોટ દ્વારા સંચાલન કરવા ''બ્રેન સ્ટોર્મ'' સિસ્ટમ તૈયાર કરશે

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક ૪૦ વર્ષીય ગૌરવ શર્માની ટીમની અમેરિકન સૈન્યનો ૨ કરોડ ડોલરનો કોન્ટ્રાક મેળવવામાં સફળતા મળી છે. આ કોન્ટ્રાકટ અંતર્ગત તેઓ માનવ રહિત હવાઇ વિમાનોનું સંચાલન માત્ર એક જવાન દ્વારા થઇ શકે જે તેના દિમાગની મદદથી કરવામાં આવશે. આ માટે ખાસ પ્રકારની હેલમેટ પહેરી અનેક માનવી રહિત વિમાનોનું પોતાના મગજથી રોબોર્ટ દ્વારા સંચાલન કરી શકાશે.

એટલું જ નહિં બોમ્બ નિરોધક રોબર્ટનું પણ સંચાલન કરી શકશે.

આ રિસ્ટમને ''બ્રેન સ્ટોર્મ'' નામ આપવામાં આવ્યું છે. જેના અમલ માટે ૪ વર્ષનો સમય આપવામાં આવ્યો છે.

(8:02 pm IST)