Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

અમેરિકામાં સાઉથ એશિઅન પ્રજાજનોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે થઇ રહેલો વધારોઃ છેલ્લા સાત વર્ષમાં ૪૦ ટકા વધારો નોંધાયોઃ જો આ ક્રમ જળવાઇ રહેશે તો ૨૦૬૫ની સાલ સુધીમાં અમેરિકામાં સાઉથ એશિઅન પ્રજાજનોની વસતિ સહુથી વધુ હશેઃ SAALTનો અહેવાલ

એટલાન્ટાઃ અમેરિકામાં સાઉથ એશિઅન કોમ્યુનીટી પ્રજાજનોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે તેવું SAALTના અહેવાલમાં જણાવાયું છે.

સાઉથ એશિઅન અમેરિકન્શ લીડીંગ ટુગેધર (SAALT)ના અહેવાલમાં જણાવાયા મુજબ છેલ્લા સાત વર્ષમાં યુ.એસ.માં  સાઉથ એશિઅન પ્રજાજનોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. જે ૨૦૧૦ની સાલમાં ૩૫ લાખની વસતિ હતી તે ૨૦૧૯માં ૫૪ લાખ થઇ જવા પામી હતી. જો આ દરે સંખ્યા વધતી રહેશે તો ૨૦૬૫ની સાલમાં અમેરિકામાં સાઉથ એશિઅન પ્રજાજનોની વસતિ સહુથી વધારે હશે.

સાઉથ એશિઅન લોકો પૈકી નેપાળના વતનીઓની સંખ્યામાં છેલ્લા સાત વર્ષમાં બમણો વધારો નોંધાયો છે જયારે ભારતીયો તથા ભૂતાનના વતનીઓની સંખ્યામાં ૩૮ ટકા, પાકિસ્તાનીઓની સંખ્યામાં ૩૩ ટકા તથા બાંગલાદેશના વતનીઓની સંખ્યામાં ૨૬ અને શ્રીલંકનની સંખ્યામાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.

 

(8:28 pm IST)