Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આયર્લેન્‍ડમાં એબોર્શન ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવા આવતીકાલ ૨૫મેના રોજ જનમત લેવાશેઃ ભારતીય મૂળના પ્રાઇમ મિનીસ્‍ટરશ્રીલિઓ વરાડકરે જુનો કાયદો રદ કરી ગર્ભપાત કરાવવા મહિલાઓને અધિકાર આપવા પ્રજાજનોને વિનંતી કરી

આયર્લેન્‍ડઃ આયર્લેન્‍ડના કાયદાઓ મુજબ મહિલાને ગર્ભપાત કરાવવા ઉપર પ્રતિબંધ હોવાથી જરૂર કિસ્‍સામાં પણ એબોર્શન નહીં થઇ શકતા ગર્ભવતી મહિલા મોતને ભેટે છે. જેનું ઉદાહરણ ભારતીય મૂળની ડેન્‍ટીસ્‍ટ મહિના સવિતા છે. જેને ગર્ભપાતની મંજુરી નહીં મળતા ૨૦૧૨ની સાલમાં તેનું કરૂણ મોત થયું હતું.

આવી ઘટનાઓ નિવારવા માટે તથા સ્‍ત્રીને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા માટે આયર્લેન્‍ડમાં કાલે જનમત લેવાશે. જેમાં ગર્ભપાત ઉપર પ્રતિબંધ ઉઠાવી લેવા માટે મતદાન કરવા દેશના ભારતીય મૂળના પ્રાઇમ મિનીસ્‍ટર શ્રીલિઓ વરાડકરે પ્રજાજનોને અપીલ કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:50 pm IST)