Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

‘‘AAPI કિલઅરીંગ હાઉસ'' : અમેરિકામાં ૬ નવેં.ના રોજ યોજાનારી કોંગ્રેસની ચૂંટણીઓમાં ઇન્‍ડિયન/એશિયન અમેરિકન ઉમેદવારોને સમર્થન આપી વિજયી બનાવવા કરાયેલું લોંચીંગ

વોશીંગ્‍ટન ડી સી : અમેરિકામાં ૬ નવેં.ના રોજ  યોજાનારી કોંગ્રેસની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડિયન/ એશિઅન અમેરિકનોને સમર્થન આપી તેઓને વિજયી બનાવવા તથા રાજકિય ક્ષેત્રે કોમ્‍યુનીટીનું વર્ચસ્‍વ પ્રસ્‍થાપિત કરી તેમના  પ્રત્‍યેનો સ્‍થાનિક નાગરિકોનો અભાવ દૂર કરવા કોલિશન ઓફ એશિઅન અમેરિકન ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૫ નવેેં.ના રોજ પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન કરાયું હતું.

નેશનલ પ્રેસ ક્‍લબ, વોશિંગ્‍ટન ડી.સી. મુકામે યોજાઇ ગયેલી આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કોમ્‍યુનીટીના ઉમેદવારોને સમર્થન આપવા AAPI  ના ઉપક્રમે કિલઅરીંગ હાઉસનું લોચીંગ કરાયું હતું. જે અંતર્ગત ૮૦ જેટલા કોમ્‍યુનીટીના કોંગ્રેસમેન તરીકેના ઉમેદવારોને ૬ નવેં.ના રોજ યોજાનારી તથા મિડ ટર્મ ચૂટણીમાં સમર્થન આપવાનું નક્કી કરાયું હતું.

આ તકે કોંગ્રેસના એશિઅન પેસિફીક અમેરિકન કોક્‍સના ેચેર, કેલિફોર્નિયા ડીસ્‍ટ્રીકટ રીપ્રેઝન્‍ટેટીવ શ્રી જ્‍યુડી ચૂ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારો, AAPI  વિકટરી ફંડ ચેરમેન શ્રી ગૌતમ રાઘવન, શ્રી કૌસ્‍તુભ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. તેવું જાણવા મળે છે.(૪૬.૩)

(9:15 pm IST)