Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

‘‘માતા કી ચૌકી'' : યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્‍પલ ઓફ બે એરીઆમાં ૨૫ મે શુક્રવારના રોજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન : ૨૮ મે સોમવારના રોજ સત્‍ય નારાયણ કથા

કેલિફોનિર્યા : યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્‍પલ ઓફ બે એરીઆ, ૧૧૭૦ કર્ન એવન્‍યુ, સન્‍નીવલે, કેલિફોર્નિયા મુકામે આગામી ૨૫ મે શુક્રવારના રોજ ‘‘માતા કી ચૌકી'' ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સાંજે સાત કલાકે યોજનારા આ કાર્યક્રમ બાદ મહામંગલ આરતી થશે બાદમાં રાત્રે ૧૦ વાગ્‍યે પ્રીતિ ભોજનનું આયોજન કરાયું છે. મંદિરના ઉપક્રમે આગામી ૨૮ મે સોમવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે સત્‍ય નારાયણ કથાનું આયોજન કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.(૪૬.૩)

(11:09 pm IST)