Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અમેરિકામાં ‘‘સુરતી લેઉવા પાટીદાર સમાજ દલાસ''ની વાર્ષિક સભા મળીઃ ૨૦૧૭-૧૮ની સાલના હિસાબો રજુ કરાયાઃ ૨૦૧૮-૧૯ની સાલ માટેના નવા હોદેદારોનો પરિચય કરાવાયો

દલાસઃ સુરતી લેઉવા પાટીદાર સમાજ દલાસની વાર્ષિક સભા તારીખ ૨૯મી એપ્રીલના રોજ બપોરે 3 વાગે મળી હતી.૨૦૧૭-૧૮ના પ્રમુખ શ્રી જગદીશભાઇ પટેલે સૌને આવકાર આપેલ તથા સેક્રેટરીશ્રી એ વાર્ષિક
રીપોર્ટ આપેલ... ટ્રેઝરરે પોતાનો હિસાબ રજુ કરેલ....૨૦૧૮-૧૯ના નવા પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ એ પોતાનું વ્યતવ્ય રજૂ કરેલ. પોતાના ઉપર વિશ્વાસ મુકીને સમાજે ૧ વર્ષ માટે જે જવાબદારી સોંપી છે તે નિસ્ઠાપુર્વક
નિભાવીશ અને નવા નવા સુંદર કાર્યક્રમ સમાજને આપીશ..એવુ જણાવેલ.. નવી Excutive કમિટી,કિચન કમીટી વોલન્ટીયર ભાઈઓની ઓળખ કરાવી હતી.... સુરતી લેવા પાટીદાર સમાજના ૮૫0 થી વધુ Family દલાસમાં વસે છે ...
લગભગ ૧૮૦૦0  ચો.ફુટ નો   અધ્યતન હોલ ૭ મીલીયનના ખર્ચે બાધેલ છે જેમાં ૨ મોટા કિચનો... તેમજ ૨૦૦૦ થી વધુ માણસ બેસી શકે તેવા હૉલ.... બોર્ડ મીટીંગ રૂમ સામેલ છે. આ પ્રસંગે મનોરંજન કાર્યક્રમ રાખેલ, જેમાં  કાઝલબેન ઓઝા નો કાર્યક્રમ રાખેલ.. .તથા વડોદરાથી આવેલ સન્ની અને તેમનાં ગ્રુપે સુંદર ગીત-સંગીત રજુ કરેલ...સુરતી લેઉવા પાટીદાર સમાજના સીનીયર ભાઈ બહેનો માટે સીનીયર ક્લબ પણ ચાલે છે.... બહેનો માટેની પ્રવ્રુત્તિ પણ ચાલતી હોય છે... યુવાનો માટે પણ સુંદર પ્રવુત્તિ ચાલતી હોય છે... અંતમાં જગદીશભાઈ પટેલે
આખા વર્ષ દરમ્યાન જે સૌએ સાથ સહકાર આપ્યો તેઓ સૌનો આભાર માનેલ....

તેવું શ્રી સુભાષ સાહની યાદી જણાવે છે.

(12:12 pm IST)