Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

''જય શ્રી રામ'': અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા લોસ એન્જલસ સ્થિત હિન્દુ મંદિરોમાં ઉજવાઇ ગયેલો ''રામનવમી ઉત્સવ'': શ્રી ગાયત્રી મંદિર એનાહેમ, ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર આર્ટીશિયા, શ્રી રાધાકૃષ્ણ મંદિર નોર્વોક તથા શ્રીનાથજી હવેલી અર્વાઇન ખાતે રામજન્મના દર્શન કરી ભકતો ધન્ય બન્યા

કેલિફોર્નિયાઃ અમેરિકા-કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવેલા હિન્દુ મંદિરોમાં રામનવમી ઉત્સવ ધામધૂમથી ઉજવાઇ ગયો.

શ્રી ગાયત્રી મંદિર, એનાહેમ, ISSO સ્વામિનારાયણ મંદિર, આર્ટીશિયા, શ્રી રાધાકૃષ્ણ મંદિર, નોર્વોક, તથા શ્રીનાથજી હવેલી અર્વાઇન ખાતે રામનવમીની ઉજવણી ખૂબ જ શ્રધ્ધા પૂર્વક કરવામાં આવી.

રામનવમી અને રવિવારનો સમન્વય થવાથી ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. વિવિધ મંદિરોમાં ભગવાન રામજીના જન્મોત્સવને વધાવવા માટે જુદા જુદા આયોજનો સાથે પારણાં (પલના) દર્શનનો લાભ શ્રધ્ધાળુઓએ માણ્યો હતો. મંદિરોની વિવિધ ફુલ રોશનીથઈ સજાવટ કરવામાં આવી હતી. બપોરના સમયે જન્મોત્સવ સાથે પલના દર્શન, આરતી, ભજન, રામધૂનની રમઝટ સાથે ભાવિકો ભકતો રામ જન્મોત્સવમાં આનંદપૂર્વક સહભાગી બન્યા હતા. જે અંગેની માહિતી પ્રતિનિધિઓ શ્રી હર્ષદરાય શાહ, શ્રી ગુણવંતભાઇ પટેલ દ્વારા વિવિધ મંદિરોની મુલાકાત લઇ મેળવાઇ હતી.

અર્વાઇ ખાતે નવી સ્થપાયેલ શ્રીનાથજી હવેલીમાં પણ બપોરના રામજન્મ મહોત્સવ અનેરી રીતે ઉજવાયો હતો. જત આ હવેલીના સ્થાપક શ્રીમતિ હંસાબેન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યાજી પ.ભ.શ્રી પંકજભાઇએ રામ ભગવાન વિષે પ્રેરક પ્રવચન આપીને પુષ્ટિ સંપ્રદાયમાં તેમનુ અદકેરૂ સ્મરણનું મહત્વ સમજાવેલું રામાયણના વિવિધ પ્રસંગો જેમ કે શિલ્પમાંથી અહલ્યા બનવું, (ચરણ સ્પર્શ) રામનામ લખેલા પત્થરોનું સમુદ્દમાં તરવું, (રામ સેતુ) શબરીના એઠા બોર, (ભાવનાના ભૂખ્યા ભગવાન) સાંકેત ગમન (ભકતોને પણ સાથે રાખ્યા) જેવા દૃષ્ટાંતોથી ભકતો ભાવવિભોર બન્યા હતા. બાદમાં સુશ્રી નેહા બહેને, તેમની આગવી શૈલીમાં ભજનોની રસલહાણ પીરસીને વાતાવરણને ભકિતમય  બનાવ્યું હતું. આમ બધા જ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રામજન્મોત્સવ મનાવવામાં આવેલ. તેમજ દરેક મંદિરોમાં ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસાદ આરોગીને ભકતો ભગવાનશ્રી રામચંદ્રના આશિર્વાદ મેળવી કૃતસ થયા હતા. તેવું શ્રી કાંતિભાઇ મિસ્ત્રી, કેલિફોર્નિયાના તસવીર સૌજન્ય થકી શ્રી હર્ષદરાય શાહના અહેવાલ દ્વારા જણાવાયું છે.

(7:56 pm IST)
  • વાયુદળનો રિપોર્ટઃ બાલાકોટ એરસ્ટ્રાઇક ઓપરેશન માટે ૬૦૦૦ જવાનો ફરજ પર હતા access_time 3:46 pm IST

  • મની લોન્ડરિંગ મામલે ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી :એડીએ આરોપમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી,પંચકુલા અને સિરસામાં ચાર સંપત્તિઓ વિષે 3, 68 કરોડ ની અસ્થાયી સંપત્તિ અને ચૌટાલા અને તેના પરિવાર જનોના બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ જમા કરીને આવકથી વધુ સંપત્તિને કાયદેસર બનાવી access_time 1:05 am IST

  • CJI કેસમાં સુપ્રિમ કોર્ટનો ફેંસલો : રિટાયર્ડ જસ્ટીસ એ.કે. પટનાયક તપાસ કરશે : ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપના મામલામાં સુપ્રિમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા તપાસ કમીટીની રચના કરી છે : રિટાયર્ડ જસ્ટીશ એ.કે. પટનાયક સમગ્ર મામલાની તપાસ કરશે : CBI, IB, દિલ્હી પોલીસ તપાસમાં મદદ કરશે : બૈંસનું સોગંદનામુ સાચુ છે કે ખોટુ તેની તપાસ હાથ ધરાશે access_time 3:42 pm IST