Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બ્રિટનમાં સૌથી નાની ઉંમરના એકાઉન્ટન્ટનો વિક્રમ ભારતીય મૂળના 15 વર્ષીય સ્ટુડન્ટ રણવીરસિંહ સંધુના નામે : 25 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની જવાનું લક્ષ્યાંક

લંડન :  બ્રિટનમાં સૌથી નાની ઉંમરના એકાઉન્ટન્ટનો વિક્રમ ભારતીય મૂળના 15 વર્ષીય સ્ટુડન્ટ રણવીરસિંહ સંધુના નામે અંકે થયો છે.જે  25 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની જવાના  લક્ષ્યાંક સાથે કાર્યરત છે.તેણે  સ્કૂલના અભ્યાસ દરમિયાન જ પોતાની એકાઉન્ટન્સી કંપની શરૂ કરી દીધી છે.તે 12 વર્ષની ઉંમરથી જ આ વ્યવસાયમાં જોડાઈ ગયો હતો.એક કલાકની સેવાના 12 થી 15 પાઉન્ડ લેતો સંધુ પોતાનો વ્યવસાય કૂદકે ને ભૂસકે આગળ વધારવા તત્પર છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)
  • મારૂતિ ૧ એપ્રિલ ૨૦૨૦થી ડિઝલ કારનું ઉત્પાદન બંધ કરશે access_time 3:25 pm IST

  • શ્રીલંકામાં વધુ એક બોંબ ઘડાકો? રાજધાની કોલંબોથી ૪૦ કિ.મી. દુર પુગોડા શહેરમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો : પોલીસના જણાવ્યા મુજબ આ ધડાકાનો અવાજ મેજીસ્ટ્રેટ કોર્ટ બીલ્ડીંગની પાછળ ખુલ્લી જગ્યામાંથી આવ્યો છેઃ વધુ વિગતો મેળવાઇ રહી છે access_time 11:33 am IST

  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST