Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

દુબઈમાં બીએસપીએસની ૧ હજાર મહિલાઓએ રજૂ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ

પરેડ- પેનલ ડીસ્કશન- ''વેલ્યુ ઓફ લવ''ની થીમ ઉપર વકતવ્યઃ દેશ- વિદેશમાંથી મહિલાઓની ઉપસ્થિતિ

દુબઈ,તા.૨૪: ૨૧ એપ્રિલની સાંજે યુએઈની બીએપીએસ મહિલા વીંગ મહિલા દિનની ઉજવણી કરી હતી. સાંપ્રત સમયમાં સમાજમાં મહિલાઓનો રોલ અને મહિલા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ સિધ્ધીઓ અંગેનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. દુબઈના જુમૈરાહ  પાર્ક ખાતે યોજાયોલા. આ કાર્યક્રમમાં યુએઈ, ઓમાન, કુવૈત, સાઉદી અરેબીયા, બહેરીન, ભારત, અમેરીકા, બ્રિટન અને બીજા દેશોની દરેક વયની લગભગ ૧૦૦૦થી પણ વધારે મહીલાઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું આયોજન બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ચાલતા મહીલાઓ પ્રત્યે પ્રતિબધ્ધતા અને મહીલાઓના મહત્વ અંગેના કાર્ય હેઠળ કરવામાં આવ્યું હતું. જે સંસ્થા આધ્યત્મિક નેતા પરમ પૂજય મહંત સ્વામીની દોરવણી હેઠળ ચાલી રહ્યું છે.

 કાર્યક્રમની શરૂઆત સુંદર શાંતિપાઠના ગાનથી થઈ હતી. આ કાર્યક્રમમાં શ્રીમતી બુબલ્સ કંદહારી- દુબઈ ગુરૂ નાનક દરબારના વાઈસ ચેર પર્સન, ફુડસ્ટર્સ ઈન.ના સહસંસ્થાપક અને ચીફ એકઝીકયુટીવ શ્રીમતી રીમા શેટ્ટી- બિહાર, શ્રીમતી ફાલ્ગુની મહેતા અને યુએઈની ઘણી બધી પ્રતિષ્ઠિત મહીલાઓએ હાજરી આપી હતી.

''વેલ્યુ ઓફ લવ''ની થીમ પર, જુદા જુદા સમાજ અને સંપ્રદાયની મહિલાઓએ યાદગાર સંગીત સભર સાંસ્કૃતિક રજુઆતો કરી હતી. આ થીમની પ્રસ્તુતિ વીડીયો, ટ્રેડીશ્નલ ડાન્સ, અર્થસભર નાટક અને ૧૫૦ મહિલાઓની અર્થસભર પરેડ દ્વારા કરવામાં આવી હતી. પેનલ ડીસકસન, સુવિખ્યાત મહેમાનોના વકતવ્યો જેમાં તેમણે પોતાના પ્રેરણાદાયી અનુભવો અને ઉદાહરણો રજુ કર્યા હતા. તેનાથી કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા હતા.

(3:35 pm IST)