Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ઉપજ થઇ હોવા છતાં પાક વીમાનો ક્લેમ કરવા બદલ ઇન્ડિયન અમેરિકન મહિલાની ધરપકડ : 2013 થી 2016 ની સાલ દરમિયાન 7 લાખ 90 હજાર ડોલરનો ક્લેમ કરી નાણાં મેળવ્યા

કેલિફોર્નિયા : યુ.એસ.માં કેલિફોર્નિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન મહિલા 34 વર્ષીય જ્યોતિ સિહોટાની  ધરપકડ થઇ છે.તેના ઉપર પોતાના  ફ્રેસનો તથા     ટુલરે કાઉન્ટી  ખાતેના પારિવારિક ફાર્મ હાઉસમાં ઉપજ થઇ હોવા છતાં પાક વીમો ક્લેમ કરી નાણાં મેળવવાનો આરોપ છે. તેણે  2013 થી 2016 ની સાલ દરમિયાન 7 લાખ 90 હજાર ડોલરનો ક્લેમ કરી નાણાં મેળવ્યા હોવાનો આરોપ છે.

હકીકતમાં તેણે ફાર્મ હાઉસમાં થયેલી ઉપજ વેચી નાખી હતી.અને બિલની રકમમાં છેડછાડ કરી પાક વિમાનો ક્લેમ કરી નાણાં મેળવ્યા હોવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે.

જો તેના ઉપરના આરોપો પુરવાર થશે તો તેને વધુમાં વધુ 20 વર્ષની જેલસજા થઇ શકે છે.તથા 2 લાખ 50 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:55 pm IST)