Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

યુ.એસ.ની કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ફુલ્લેર્ટોનના પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન લોયર શ્રી ફ્રામરોજ વીરજીની નિમણુંકઃ ૪૦ હજાર સ્ટુડન્ટસ ધરાવતા કેમ્પસનું સંચાલન કરશે

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન લોયર શ્રી ફ્રામરોજ વીરજીની ફુલ્લેરટોન ખાતેની કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક થઇ છે, ૨૦ માર્ચ ૨૦૧૯ના રોજ ટ્રસ્ટી બોર્ડ દ્વારા ઉપરોકત ઘોષણાં કરાઇ છે.

તેઓ ૨૦૧૭ની સાલથી કેમ્પસ પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપતા હતા. હવે તેમને યુનિવર્સિટીની ફુલ્લેરટોન ખાતેની શાખામાં પ્રેસિડન્ટ બનાવાયા છે.

ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટી કેમ્પસમાં ૪૦ હજાર સ્ટુડન્ટસ અભ્યાસ કરે છે. તથા ૨ લાખ ૭૪ હજાર જેટલા સ્ટુડન્ટસ અભ્યાસ કરી ચૂકયા છે.

ઉપરોકત નિમણુંક બદલ તેમણે રોમાંચ તથા આનંદ વ્યકત કર્યો છે.

(8:56 pm IST)