Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પદ્મ ભૂષણ ખિતાબ વિજેતા ઇન્ડિયન અમેરિકન ડો. જગદીશ શેઠનું બહુમાન : જૈન કોમ્યુનિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે યોજાયેલા સન્માન સમારોહમાં સજોડે હાજરી આપી

કેલિફોર્નિયા : ભારત સરકારનો 2020 ની સાલનો  પદ્મ ભૂષણ ખિતાબ વિજેતા ઇન્ડિયન અમેરિકન ડો. જગદીશ શેઠનું તાજેતરમાં 16 ફેબ્રુઆરીના રોજ જૈન કોમ્યુનિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે  સન્માન કરાયું હતું જે પ્રસંગે તેઓ સજોડે હાજર રહ્યા હતા.
સન્માન સમારોહમાં JAINA તથા અનેકાન્ત કોમ્યુનિટી સેન્ટર પ્રેસિડન્ટ શ્રી મહેશ વાઢેર ,સર્વમંગલ ટ્રસ્ટના શ્રી મનુ શાહ ,સહીત 250 જેટલા જૈન અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ડો.જૈનના 350 જેટલા લેખો તથા 30 ઉપરાંત પુસ્તકોએ ખુબ લોકચાહના મેળવેલી છે.
સન્માન સમારોહમાં સર્વમંગલ ટ્રસ્ટ દ્વારા  ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ડો.નીતિન શાહે પદ્મ ભૂષણ એવોર્ડ વિષે માહિતી આપી હતી.આ પ્રસંગે સેરીટોઝ મેયર શ્રી નરેશ સોલંકીએ હાજરી આપી હતી.શ્રી જયેશ શાહે આભાર દર્શન કર્યું હતું

(1:47 pm IST)
  • નખત્રાણાના વિથોણનાં આધેડે ચોટીલામાં કર્યો અકળ આપઘાત:અકળ આત્મહત્યાનાં બનાવને પગલે સર્જાયા અનેક તર્ક-વિતર્કો:ચોટીલા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને હાથ ધરી તપાસ: હતભાગીનાં મૃતદેહનું કરાયુ પીએમ: સ્થાનિકે આજે કરાઈ અંતિમવિધિ access_time 11:12 pm IST

  • તાજમહેલ અમને પ્રેરણા આપે છે.:તાજમહેલમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બુકમાં લખ્યું - તાજમહેલ અમને પ્રેરણા આપે છે. આ ભારતીય સંસ્કૃતિની વિભિન્નતા અને સંપન્નતાની શાનદાર વિરાસત છે. થેન્ક્યુ ઇન્ડિયા access_time 10:44 pm IST

  • સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએઃ અમદાવાદમાં ૧૦ ગ્રામનો ભાવ ૪૪,૭૦૦ રૂ. : એક જ દિવસમાં ૧૧૦૦ રૂપિયાનો ઉછાળો : ભાવ ૪૫ હજારને પાર થાય તેવી શકયતા access_time 12:47 pm IST