Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

" સેલ્ફ ડેવલપમેન્ટ વર્કશોપ " : પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ યુ.એસ.એ.ના ઉપક્રમે શ્રીનાથજી હવેલી કેલિફોર્નિયામાં યોજાઈ ગયેલો ત્રિદિવસીય કાર્યક્રમ : ડો.દિલીપ સરકારે આયુર્વેદ તથા યોગા થેરાપી વિષે માર્ગદર્શન આપ્યું

કેલિફોર્નિયા : તાજેતરમાં યુ.એસ.ના ઇરવિન કેલિફોર્નિયા મુકામે આવેલ શ્રીનાથજી હવેલી ખાતે 7 થી 9  ફેબ્રુઆરી 2020 દરમિયાન ત્રિદિવસીય સેલ્ફ ડેવલપમેન્ટ વર્કશોપ યોજાઈ ગયો.
પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ યુ.એસ.એ.આયોજિત આ વર્કશોપનો 45 લોકોએ લાભ લીધો હતો.જેમાં  ડો.દિલીપ સરકારે આયુર્વેદ તથા યોગા થેરાપી વિષે માર્ગદર્શન આપ્યું હતું તેવું આયોજક શ્રી શેખર અગરવાલે જણાવ્યું હતું.

(1:25 pm IST)