Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

અમેરિકામાં ચૂંટણી લડતા એશિયન અમેરિકન ઉમેદવારો માટે ફંડની ફાળવણી કરતું " AAPI વિક્ટરી ફંડ " : સેનેટ , હાઉસ ,તથા સ્ટેટ કક્ષાની ચૂંટણીઓમાં એશિયન અમેરિકન ઉમેદવારોને વિજેતા બનાવવાનો હેતુ

વોશિંગટન :  અમેરિકામાં યોજાનારી સેનેટ , હાઉસ ,તથા સ્ટેટ કક્ષાની પ્રાઈમરી ચૂંટણીઓમાં એશિયન અમેરિકન ઉમેદવારોને વિજેતા બનાવવાના  હેતુ થી એશિયન અમેરિકન પેસિફિક આઈલૅન્ડર્સ ( AAPI  ) વિક્ટરી ફંડ દ્વારા તાજેતરમાં 14 ફેબ્રુઆરીના રોજ ફંડ ફાળવાયું છે.
ઉપરોક્ત ઉમેદવારોમાં સેનેટની ચૂંટણી લડતા 2 ,સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ પદ માટે 6 ,તથા ઓડિટર ,ટ્રેઝરર ,અને ગવર્નર તરીકે ચૂંટણી લડતા 3 ઉમેદવારો માટે ફંડની ફાળવણી કરવામાં આવી છે.જેમાં સારા ગીડોન ,શ્રી પ્રિતેશ ગાંધી ,સુશ્રી હિરલ ટીપરનેની ,સુશ્રી નીના અહમદ સહિતનાઓનો સમાવેશ થાય છે.તેવું જાણવા મળે છે.

(12:56 pm IST)